મોરબી શહેરમાં ભકિતનગર સર્કલ રાજેશપાર્ક જીવનજયોતિ હાઇટસમાં ફલેટમાંથી દરવાજાનો લોક ખોલી ફલેટમાંથી દાગીના સોનાના બલોયા જોડી-૧ તથા પેન્ડલબુટી જોડી-૧ તથા એક સોનાનો ચેઇન એક તોલાનો ચેઇન મળી કુલ કિ.રૂ. 9 લખનીની ચોરી થયેલાની ફરીયાદીની ફરીયાદ આધારે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટાફ સર્ચ ઓપરેશનમાં હોય તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફએ હયમુન સોર્સીસ આધારે તે ફલેટમાં ચોરી કરનાર આરોપી તેનો પાડોશી મીલનભાઇ લાલજીભાઇ ફેફર ઉ.વ.29 રહે.મોરબી ભકિતનગર સર્કલ રાજેશપાર્કે જીવનજયોત હાઇટસ બ્લોકનં.501વાળો હોવાની બાતમી મળતા આરોપીની પુછપરછ કરતા કરી હતી.
આરોપીએ જણાવેલ કે, તેમના પાડોશી ફરીયાદી બહારગામ જતા તેના ઘરે કોઇ હાજર ન હોય જેથી દરવાજાનો લોક ખોલી ચોરી કરેલાની કબુલાત આપી હતી. આ ચોરી કરેલ દાગીના તેની શનાળા રોડ ઉપર આવેલ શુભ પ્લાયવુડ નામની દુકાનમા રાખેલાનુ જણાવતા તેમની દુકાનેથી ચોરીમા ગયેલ તમામ સોનાના દાગીના કિ.રૂ. 9,10,000નો મળેલ મુદામાલ રીકવર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

