Sunday, January 26, 2025
HomeBussinessગૌતમ અદાણી સામે લાંચ અને ભ્રષ્ટાચારનો કોઈ આરોપ ન હોવાનો દાવો

ગૌતમ અદાણી સામે લાંચ અને ભ્રષ્ટાચારનો કોઈ આરોપ ન હોવાનો દાવો

અદાણી સમૂહની એક કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. દ્વારાસ્ટોક એક્સચેન્જમાં તાજેતરમાં કરવામાં આવેલા ફાઇલિંગ અનુસાર યુ.એસ.ના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ અનુસાર ગૌતમ અદાણી, ભત્રીજા સાગર અદાણી, અને સિનિયર એક્ઝિક્યુટિવ વિનીત જૈન ઉપર કોઈપણ લાંચના આરોપો નથી. અદાણીના અધિકારીઓ સામે લાંચ અને ભ્રષ્ટાચારના આરોપો અંગેના વિવિધ મીડિયા હાઉસ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલોને AGELએ તેના ફાઇલિંગમાં ‘ખોટા’ ગણાવ્યા છે.

અમારા કેટલાક ડિરેક્ટરો એટલે કે ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન પર આરોપમાં યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (FCPA)ના ઉલ્લંઘનનો માધ્યમોએ પ્રકાશિત કરેલા લેખોમા આરોપ મૂકવામાં આવ્યો છે. અદાણી ગ્રીન એનર્જી લિ. દ્વારા કરવામાં આવેલા ફાઇલિંગમાં આવા નિવેદનો જુઠ્ઠા ગણાવ્યા છે. વધુમાં આ નિવેદનમાં જણાવાયું છે કે, ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન પર યુ.એસના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ અથવા યુએસ એસઈસીની મુલકી ફરિયાદના આરોપમાની નિર્ધારિત ગણતરીઓમાં FCPA ના કોઈપણ ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો નથી. કાનૂની આરોપમાં ગણતરી પ્રતિવાદી સામેના વ્યક્તિગત આરોપોનો સંદર્ભ આપે છે.

ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસમાં પાંચ ગણતરીઓ પૈકીના પ્રથમ કાઉન્ટમાં કોઈ ઉલ્લેખ નથી અને ગૌતમ અદાણી, સાગર અદાણી અથવા વિનીત જૈનને પ્રથમ ગણતરીમાં બાકાત રાખવામાં આવ્યા છે. ન તો ગણતરી પાંચ “ન્યાયને અવરોધવાનું કાવતરું” (પૃષ્ઠ 41)માં ઉલ્લેખ છે. ભ્રષ્ટાચાર અને લાંચના આરોપોનો ઉલ્લેખ કરતા કાઉન્ટ વનમાં માત્ર રણજીત ગુપ્તા, સિરિલ કેબનેસ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને Azure પાવર અને એક કેનેડિયન રોકાણ સંસ્થાઅને Azureના સૌથી મોટા શેરહોલ્ડર CDPQ (Caisse de dépôt et placement du Québec) ના રૂપેશ અગ્રવાલ સામેલ છે. આ કાઉન્ટ હેઠળ અદાણીના કોઇ અધિકારીને ઉલ્લેખવામાં આવ્યા નથી.

જો કે વિદેશી તેમજ ભારતીય વિવિધ માધ્યમો દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસના આરોપોની અપૂરતી કે ખામીયુક્ત સમજણને કારણે અદાણીના ડિરેક્ટર્સ પર યુ.એસ.ના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસઅને SEC દ્વારા અથવા તમામ પાંચ ગણતરીઓ હેઠળ ભ્રષ્ટાચાર અને લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો હોવાનું જુઠ્ઠા અને અવિચારી અહેવાલો પ્રસિધ્ધ થયા છે. અદાણીના અધિકારીઓ પર માત્ર કાઉન્ટ 2: “કથિત સિક્યોરિટીઝ છેતરપિંડીનું કાવતરું”, કાઉન્ટ 3: “કથિત વાયર છેતરપિંડીનું કાવતરું” અને કાઉન્ટ “કથિત સિક્યોરિટીઝ છેતરપિંડી” નો આરોપ મુકવામાં આવ્યો છે.

અદાણી સામે પૂરાવાનો કોઇ ઉલ્લેખ નથી. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસના આરોપ સામેઅદાણીના અધિકારીઓ દ્વારા ભારત સરકારના અધિકારીઓને લાંચ આપવામાં આવી હોવાના કોઈ પુરાવા નથી, આરોપ અને ફરિયાદ ફક્ત એવા દાવા પર આધારિત છે કે લાંચનું વચન આપવામાં આવ્યું હતું અથવા તેની ચર્ચા કરવામાં આવી હતી. આ તમામ એઝ્યુર પાવર અને CDPQ ના ભૂતપૂર્વ કર્મચારીઓની સંભાવનાઓ અને કર્ણોપકર્ણ સાંભળેલી વાતો પર આધારિત છે, યુ.એસ.ના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ અને યુ.એસ.ના SEC બંને નૈતિક અને કાનૂની રીતે અદાણી સમૂહ સામેની કાર્યવાહીને એકખતરનાક રીતે અસ્થિરતા તરફ ધકેલે છે.

યુ.એસ.ની આ ગલત-સ્થાપિત કાર્યવાહી અને જુઠ્ઠાઅવિચારી અહેવાલોને પગલેઆંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ રદ થવા, નાણાકીય બજાર ઉપર નકારાત્મક અસર અને વ્યૂહાત્મક ભાગીદારો, રોકાણકારો અને જનતા તરફથી સર્જાયેલાઅચાનક પડકાર જેવા પરિબળોના કારણે.ભારતીય સમૂહને નોંધપાત્ર અસર થઈ છે. યુએસ અને ચીનની મહાકાય કંપનીઓ સાથે અદાણી સીધી સ્પર્ધામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં અદાણી સમૂહએ ભારતનો સૌથી મોટો ખેલાડી છે. વૈશ્વિક ઊર્જા અને લોજિસ્ટિક્સ સ્પેસમાં તેનું નોંધપાત્ર યોગદાન છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ ભારતીય સમૂહ આંતરરાષ્ટ્રીય બજારોમાં તેની કામગીરીનું વિસ્તરણ કરી રહ્યું છે અને આફ્રિકા, બાંગ્લાદેશ, શ્રીલંકા, ઇઝરાયેલ, ઑસ્ટ્રેલિયા વગેરે દેશોમાં અનેક યુએસ અને ચીનની કંપનીઓ સાથે સીધી સ્પર્ધામાં છે. યુ.એસ.ના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસે મૂકેલા આરોપની જાણકારી અને માધ્યમોમાં તેની પ્રસિધ્ધિથી અદાણી સમૂહની તેની 11 લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડીમાં લગભગ US$55 બિલિયનનું નુકસાન થયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,791FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW