હળવદ પોલીસે શહેરમાં આવેલી લેકવ્યુ હોટેલમાં બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાં ધોડીપાસાનો જુગાર રમતા હળવદ ભાજપ તાલુકા સંગઠન મંત્રી ભરતભાઇ હરખાભાઇ વઢરેકીયા, અલાઉદીન મહમદભાઇ ચૌહાણ, મહેબુબભાઇ નથુભાઇ સિપાઇ, જાકીર દાઉદભાઇ ચૌહાણ, મોસીનભાઇ હબીબભાઇ ચૌહણ, ઇરફાનભાઈ યુનુસભાઇ રાઠોડ, ગુજરાત પ્રદેશ કિશાન મોરચાનાં સદસ્ય વલ્લભભાઇ સુંદરજીભાઇ પટેલ, રશીદ જુમાભાઇ ચૌહાણ, ફૈયાઝ યાકુબભાઇ ભટ્ટી, શબીરભાઈ જુસકભાઇ ચૌહાણ, તોહીદ અજીતભાઇ ચૌહાણ, રજાક અકબરભાઇ ભટ્ટી, જાવીદ અબ્દુલભાઈ ચૌહાણ, ઇમરાન હનિફભાઇ ભટ્ટી, શિરાઝ સલેમાન કૈડા, અસલમભાઇ સલીમભાઇ ચાનીયા અને સલીમભાઇ જુમાભાઇ ચૌહાણ નામના 18 આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. જયારે પોલીસની રેડ દરમિયાન પુર્વ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને શિવપુર બેઠકનાં સદસ્ય નિલેશ ગામી અને નામચીન બૂટલેગર પંકજ ગોઠી ફરાર થઇ ગયા હતા. તે સ્થળેથી કુલ રૂ.- 2,02,100નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તે તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

