વાંકાનેર થી કુવાડવા જતાં સિંધાવદર ગામ ખાતે આવેલ આસોઈ નદી ઉપર પુલ ડેમેજ થયો હતો. જેથી પુલ પર અવરજવરમાં તકલીફ પડતી હોવાથી વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ તાત્કાલિક નવો પુલ બને તે માટે મુખ્યમંત્રી ને રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લેતા આસોઈ નદી ઉપર નવો મેજર બ્રિજ બનાવવા માટે મુખ્યમંત્રી દ્વારા 13 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલ છે. આગામી દિવસોમાં જરૂરી વહીવટી મંજુરીઓ પૂર્ણ કરી ટેન્ડરીંગ પ્રકિયા હાથ ધરી કામગીરી શરુ કરવામાં આવશે. લોકોની અવરજવર વાળા આ રોડના બ્રીજ મંજુર કરવા બદલ વાંકાનેરના ધારાસભ્યએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર માન્યો છે.

