HomeGujaratવાંકાનેરના ખાનગી શાળાના સંચાલક બન્યો નકલી સરકારી અધિકારી અમદાવાદના ટેક્સી ભાડે લીધા...

વાંકાનેરના ખાનગી શાળાના સંચાલક બન્યો નકલી સરકારી અધિકારી અમદાવાદના ટેક્સી ભાડે લીધા બાદ રૂપિયા ન આપતા ભાંડો ફૂટ્યો

વાંકાનેરની ખાનગી શાળાના સંચાલક મેહુલ શાહ દ્વારા અમદાવાદના ફતેપુરામાં રહેતા પ્રતિક શાહ નામના યુવાન પાસેથી પોતે સરકારી વિભાગમાં ઊંચી પોસ્ટ પર અધિકારી હોવાની ઓળખ આપી નકલી આઇ કાર્ડ અને ખોટા દસ્તાવેજ દેખાડી ડ્રાઇવર સાથે ગાડી માગી હતી. પ્રતિકે આરોપી મેહુલ શાહને ગાડી ભાડે આપી હતી. બાદમાં કાર પર સાયરન, સફેદ પડદા અને ભારત સરકારનું સ્ટીકર લગાવવાનું કહેતા પ્રતિકે મેહુલ શાહ પાસે તે માટેનો પરમિશન લેટર માગ્યો હતો. આરોપી મેહુલે ગૃહ મંત્રાલય, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ, સચિવ ગૃહ મંત્રાલય, ગાંધીનગરનો લેટર આપીને સાયરન અને સરકારનું સ્ટીકર લગાવડાવ્યું હતું. લાંબા સમય સુધી ગાડી ભાડે રાખ્યા બાદ મેહુલ શાહે મહેસૂલ વિભાગમાં પ્રમોશન થયાનું કહીને બીજી ગાડી માગી હતી. ત્યારે પ્રતિકે સરકારનો વર્ક ઓર્ડરનો લેટર માગતા આરોપીએ ખોટો લેટર પણ આપ્યો હતો. બાદમાં ગાડી પર બોર્ડ ચેરમેન અને ભારત સરકાર લખાવીને 90 હજાર ભાડું ન આપીને ઠગાઇ આચરી હતી. આ મામલે ક્રાઇમ બ્રાંચને જાણ થતાં ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી

આ ઉપરાંત આરોપીએ અમદાવાદની અસારવાની એક સ્કૂલમાં ટ્રસ્ટી હોવાનું કહીને પિકનિક માટે બસ પણ ભાડે લીધી હોવાનું સામે આવ્યું છે અને સ્કૂલમાં ક્લાર્કની નોકરી આપવાનાના નામે 3 લાખની ઠગાઇ પણ આચરી છે. જિલ્લા શિક્ષણ અધિકારીની સહી કરેલો બોગસ લેટર પણ આપ્યો હોવાનું સામે આવ્યું છે.આ મહાઠગે સ્કૂલમાં કલર કામ કરાવી મજૂરીના 2.40 લાખ રૂપિયા પણ આપ્યા નથી. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW