HomeGujaratફ્લીપ કાર્ટના ડીલીવરી મેને કંપનીને માર્યો 1.23 લાખનો ધુમ્બો, ગ્રાહકના નામે ગેમ...

ફ્લીપ કાર્ટના ડીલીવરી મેને કંપનીને માર્યો 1.23 લાખનો ધુમ્બો, ગ્રાહકના નામે ગેમ અને આઈપોડ મગાવી ડુપ્લીકેટ પરત કરી દીધા

મોરબીના કંડલા રોડ પર આવેલી ફ્લીપ કાર્ટના ડીલીવરી ઓફિસમાં કામ કરતા અને રફીકભાઇ હનીફભાઇ ભટી નામના ડીલીવરી બોયને શહેરના વિસીપરા વિસ્તારમાં આવતા પાર્સલની ડીલીવરી કરવાની કામગીરી સોપવામાં આવી હતી રફીકે છેલ્લા એક મહિના દરમિયાન અલગ અલગ ગ્રાહકોના નામથી સોની કંપનીની અલગ અલગ 9 ગેમિંગ આઇટમ તેમજ આઈફોન કંપનીના આઈપોડ મળી કુલ રૂ 1.23 લાખની કિમતની વસ્તુઓ મગાવી હતી જોકે બાદમાં આ વસ્તુ રીટન ડીલવરી થી કંપનીમાં પરત કરી હતી કંપનીના ક્વોલીટી તપાસ કરતા કર્મચારી દ્વારા પરત આવેલી વસ્તુઓની તપાસ કરતા આ વસ્તુઓ ડુપ્લીકેટ અને હલકી ગુણવતાની હોવાનું સામે આવતા કંપની દ્વારા તપાસ હાથ ધરી હતી. જે તપાસ દરમિયાન જે ગેમ અને આઈપોડ તેનો ઓર્ડર કોણે કર્યો હતો તે અંગે તપાસ કરાવતા ડીલીવર બોયની હરકત શંકાસ્પદ જાણતા તેની પૂછપરછ કરતા તેને પાર્સલમાં ડુપ્લીકેટ વસ્તુઓ કંપનીમાં પરત કર્યા હોવાની કબુલાત કરી હતી, જેના આધારે કંપનીના મેનેજરે ડીલીવરી બોય સામે ફરિયાદ નોધાવી હતી, જેની ફરિયાદ આધારે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW