HomeGujaratટંકારાના વિરપર ગામ નજીક કાર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ટંકારાના વિરપર ગામ નજીક કાર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

મોરબીના શનાળા રોડ નજીક મોરભગતની વાડી ગોકળદાસ પ્રાગજીદાસના જીન પાછળ રહેતા ગોવિંદભાઈ પરમારએ ગત તા.-20/11/2024 ના રોજ GJ-03-HD-9743 નંબરનું બાઈક લઇ જતા હોય તે દરમિયાન વિરપર ગામ નજીક GJ-03-ER-7269 નંબરની સ્વીફ્ટ ડીઝાયર ગાડીનો ચાલક કાર પુરઝડપે અને બેદકારીપૂર્વક ચાલવી જઈ ગોવિંદભાઈના હવાલાવાળા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલની પાછળ ભટકાવી અકસ્માત સર્જ્યો હતો. ગોવિંદભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW