મોરબી તાલુકાના જૂની પીપળી ગામની સીમમાં આવેલા કેરામિટા નામની સિરામિક ફેકટરીમાં રહેતા અને મજુરી કામ કરતા યુવક યુવતીએ કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો બન્ને નો આજે મૃતદેહ મળી આવ્યો હતો જોકે પાણીમાં પડ્યો હોવાથી સ્થિતિ અંત્યત ખરાબ હોવાથી પ્રથમ મોરબી સિવિલ બાદ ફોરેન્સિક પોસ્ટ મોર્ટ માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના એ એસઆઈ અને સ્ટાફ રાજકોટ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકનું નામ અંકિત ભલાજી ઠાકોર અને યુવતીનું નામ મિતલ પ્રસાદજી ઠાકોર હોવાનું અને બન્ને પાટણ જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે

