મોરબીના રવાપર નદી ગામે રહેતા વિજયભાઈ રામજીભાઈ બોચિયા નામના યુવાને ગઈકાલે સાંજના સમયે ગામના સ્મશાન નજીક આવેલ છાપરામાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે બાદ તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ મામલે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

