HomeNationalમણીપુર ફરી એક વાર હિંસાગ્રસ્ત બની ચૂક્યું છે, મંત્રીઓ અને ધારાસભ્યોના ઘર...

મણીપુર ફરી એક વાર હિંસાગ્રસ્ત બની ચૂક્યું છે, મંત્રીઓ અને ધારાસભ્યોના ઘર પર હુમલો 

મણિપુરમાં 3 મહિલાઓ અને 3 બાળકોના મૃતદેહ મળ્યા બાદ શરુ થયેલ વિરોધ શનિવારે હિંસક બન્યો હતો. આ બનાવ થતા જ મણિપુરના પાંચ ઘાટી જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, જ્યારે શનિવારે સાંજે 5:15 વાગ્યાથી બે દિવસ માટે સાત જિલ્લાઓમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જિલ્લાઓ છે- ઇમ્ફાલ ઇસ્ટ, ઇમ્ફાલ વેસ્ટ, બિષ્ણુપુર, થૌબલ, કાકચિંગ, કાંગપોકપી અને ચુરાચાંદપુર. ખરેખરમાં, 11 નવેમ્બરના રોજ યુનિફોર્મ પહેરેલા સશસ્ત્ર ઉગ્રવાદીઓએ બોરોબ્રેકા પોલીસ સ્ટેશન સંકુલ અને CRPF કેમ્પ પર હુમલો કર્યો હતો. જેમાં 10 ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા. આ દરમિયાન, જીરીબામ જિલ્લાના બોરોબ્રેકા પોલીસ સ્ટેશન પરિસરમાં સ્થિત રાહત શિબિરમાંથી 6 લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. શુક્રવારે મળેલા ત્રણ મૃતદેહો આ ગુમ થયેલા લોકોના હોવાનું માનવામાં આવે છે.

મિઝોરમ સરકારે મણિપુર હિંસા પર દુઃખ વ્યક્ત કર્યું. મિઝોરમ સરકારે કેન્દ્ર અને મણિપુર સરકારને હિંસા રોકવા અને ફરી શાંતિ સ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી છે. મિઝોરમના ગૃહ વિભાગે માર્યા ગયેલા લોકો અને ઘાયલોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સરકારે મિઝોરમના લોકોને એવું કંઈ ન કરવા કહ્યું છે, જેનાથી અહીં તણાવ વધે. હિંસાને કારણે મણિપુરના લગભગ 7,800 લોકોએ મિઝોરમમાં આશ્રય લીધો છે. આ લોકો કુકી-જો સમુદાયના છે, જે મિઝોરમના મિઝો સમુદાય સાથે ગાઢ સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે.

આ ધારાસભ્યોના ઘર પર હુમલો થયો,

1) રાજકુમાર ઈમો સિંઘ, સગોલબંધ વિધાનસભા

2) સપમ કુંજકેશ્વર, પટસોઇ વિધાનસભા

3) સપમ નિશિકાંત, કેશમથોંગ વિધાનસભા

​​​​4) થંગજામ અરુણકુમાર, વાંગખેઈ વિધાનસભા

5) કરમ શ્યામ, લેંગથાબલ વિધાનસભા

6) સગોલશેમ કેબી દેવી, નાઓરિયા પખાંગલાકપા વિધાનસભા

7) ખ્વૈરખપમ રઘુમણિ સિંહ, ઉરીપોક વિધાનસભા

8) એસી લોકન, વાંગકોઈ વિધાનસભા



આ સિવાય રાજ્યના કેબિનેટ મંત્રી સપમ રંજન અને થોંગમ બિસ્વજીત સિંહના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.મૈઇતેઈ સમુદાયની સંસ્થા કોર્ડેનેટિંગ કમિટી ઓન મણિપુર ઈન્ટીગ્રિટી (COCOMI) એ શનિવારથી અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી છે. સંસ્થાના અધ્યક્ષ ખુરાઈઝામ અથૌબાએ કહ્યું કે આ હડતાલ પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લાના ઇમા કીથલ માર્કેટમાં કરવામાં આવશે. તે એશિયામાં મહિલાઓ દ્વારા ચાલતું સૌથી મોટું બજાર છે.

ખરેખરમાં, મણિપુરના જીરીબામ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા 10 ઉગ્રવાદીઓના સંબંધીઓ તેમના મૃતદેહની માંગ સાથે હોસ્પિટલની બહાર વિરોધ કરી રહ્યા હતા. તેમજ મળતી માહિતી અનુસાર, જો આગામી બે-ત્રણ દિવસોમાં સ્થિતિ વધુ વણસી તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાવી શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW