જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક જાયવા ગામ નજીક આવેલી આશાપુરા હોટલ પાસે આજે વહેલી સવારે બોલેરો અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો છે. પુરપાટ દોડતી બોલેરોએ એક્ટિવાને ટક્કર મારતાં ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામના કુંભાર પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા છે. એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે ઘટનાને પગલે હાઇવે પર વહેલી સવારે લોકોના ટોળા એકઠા થયા હતા. ભેગા થયેલા લોકોએ જાણ કરતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો. પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

