ટંકારાના લક્ષ્મીનારાયણ મંદિર નજીક રહેતા પ્રીતિબેન મયંકભાઈ ત્રિવેદી નામના મહિલા ગત તા.24 ઓક્ટોબરના રોજ પોતાના પુત્રને ટ્યુશનમાં મુકવા જતા હતા, ત્યારે જબલપુર ગામના પાટિયાથી ટંકારા તરફ આવતી વખતે GJ-03-HB-2499 નંબરના બાઈક ચાલકે બાઈક પુરઝડપે અને બેદરકારીપૂર્વક રીતે ચલાવી મહિલાને પાછળથી ઠોકર મારતા રોડ ઉપર પડી જતા પ્રીતિબેનને હાથ તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. આ બનાવ અંગે પ્રીતિબેને ટંકારા પોલીસ મથકમાં તે બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

