હળવદમાં ગત તા.12ના રોજ ભવાની નગર ઢોરા વિસ્તારમા મહેન્દ્રસિંઘ બિશનસિંઘ બગ્ગા તથા સાહેદ ભુંડ પકડવા આવેલ હોય ત્યારે આરોપી પ્યારાસિંઘ ચેનસિંઘ ટાંકે પોતાની ગાડી ફરિયાદીની ગાડી સાથે ભટકાડી કહ્યું કે, અમારા અમારા વિસ્તારમા તમે કેમ ભુંડ પકડવા આવો છો? તેમ કહી આરોપીએ ફરિયાદી સાથે બોલાચાલી કરી ગાળો દઈ જમણા પગમા તલવારનો સરકો કરેલ તથા ત્રીલોકસિંઘ પ્યારાસિંઘ ટાંક, હરનામસિંહ અમરસિંહ ટાંક, બલદેવસિંઘ ગુરમુખસિંઘ ટાંક, અમરસિંઘ ચેનસિંઘ ટાંક અને જોગીન્દ્રસિંઘ ગુરમુખસિંઘ ટાંકનાઓ અલગ ગાડી લઈ આવી ફરી.ને ઢીકાપાટુ માર મારતા પગે ટાંકા આવેલ હોય તથા ડાબા હાથની આંગળી તથા ડાબા પગના પંજાના ભાગે ફેકચર જેવી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાદ મહેન્દ્રસિંઘ બિશનસિંઘ બગ્ગાએ તે તમામ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

