HomeGujaratવાંકાનેરના અરણીટિંબામાં દંપતીએ યુવકને ફોન કરી ઘરે બોલાવી ગળુ દબાવી હત્યા કરનાર...

વાંકાનેરના અરણીટિંબામાં દંપતીએ યુવકને ફોન કરી ઘરે બોલાવી ગળુ દબાવી હત્યા કરનાર ત્રણ શખ્સની ધરપકડ

પત્નીને પાસે અભદ્ર માગણી કરતાં પતિ, પત્ની અને સાળાએ આપ્યો ઘટનાને અંજામ, ત્રણેયની ધરપકડ, 

મોરબીના તીર્થક પેપર મિલમાં રહી મજૂરી કામ કરતા  કેકડિયાભાઈ માવી નામના મજુર દ્વારા સુરેશભાઈ વેસ્તા ભાઈ બારીયાની પત્ની મેરિબાઈ પાસે અભદ્ર માગણી કરી હતી. જે બાદ  મેરીબાઈ અને  સુરેશભાઈ વેસ્તા ભાઈ બારીયા કેકડિયા ભાઈને વાંકાનેરના અરણીટિંબામાં બોલાવ્યો હતો. ત્યાં સુરેશભાઈ તેમજ પત્ની મેરિબાઈ સુરેશભાઈ અને સુરેશભાઈના સાળા મનાભાઇ લબરીયાભાઇ વસુનીયા સહિતના એક થઈ કેકડીયા ભાઈને પકડી રાખી ગળુ દબાવી પતાવી દીધો હતો અને લાશ કૂવામાં ફેંકી દીધો હતો. જોકે પકડાઈ જવાની બીકે આરોપીઓ એ મૃતકની લાશ પોતાની GJ-06-EC-3735 નંબરની કારમાં તેનો ધોળકા લઈ ગયા હતા અને ત્યાં મૃતક યુવકની લાશઅને તેનો મોબાઈલ નદીમાં ફેંકી દઈ ફરાર થઈ ગયા હતા. મૃતક કેકડીયા ભાઈ ઘરે પરત ન ફરતાં પુત્ર નાનકાભાઈ કેકડીયા મોરબી તાલુકા પોલીસ મથકમાં જાણ કરી હતી. જેના અનુસંધાને મોરબી તાલુકા પોલીસે તેની શોધખોળ કરાવી હતી.

આ દરમિયાન મૃતકની લાશ ધોળકા ખાતેથી મળી હોવાની જાણ થતાં તપાસ કરી હતી અને તેની હત્યા વાંકાનેરના અરણીટિંબા ખાતે થઈ હોવાનું સામે આવતા મૃતકના પુત્રએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓ સુરેશભાઈ  ઉર્ફે સુરાભાઈ વેસતા ભાઈ બારીયા તેની પત્ની મેરિબાઈ સુરેશભાઈ અને સ મનાભાઇ લબરીયાભાઇ વસુનીયા ધરપકડ કરી હતી. આજે ત્રણેય આરોપીઓને ઘટનાં સ્થળે લઈ ગયા હતા અને ઘટનાનું રિકન્સટ્રકશન કરાવાયું હતું. મૃતકને વારવાર કરેલા ફોન થી મોતનો ભેદ ઉકેલાયો હતો.

મૃતક કેકડિયા ઘરેથી તેનું બાઈક લઇ ઘરથી નીકળી ગયા હતા અને મોડે સુધી પરત ન આવતા પરિજનોએ ફોન પર કોલ કરતા ફોન બંધ હાલતમાં આવતા અંતે તાલુકા પોલીસ મથકમાં ગુમ સુદા નોંધાવી હતી. જેની તપાસ કરતા મૃતકના ફોન પર એક નંબર પર થી વારંવાર ફોન આવ્યો હોવાથી તે નંબરની તપાસ કરતા આં નંબર રાયચંદ જોરાવરભાઈ મેડા નું હોવાનું સામે આવતા પોલીસે તેની શોધખોળ કરી હતી. તેના સુધી પહોંચતા આં મોબાઇલ નંબર તેનો મિત્ર સુરેશ વેસતા ભાઈ વાપરતા હોવાનું સામે આવતા પોલીસે સુરેશ સુધી પહોંચતા સમગ્ર ભાંડો ફૂટયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW