હળવદના કવાડિયામાં રહેતા વિનોદભાઇ શંકરભાઇ મણદરીયાએ ગત તા.-06/11/2024 ના રોજ તેનું GJ-36-AM-6377 નંબરનું બાઈક લઇ ધ્રાગધ્રા માળીયા હાઇવે રોડ પર કોયબા ગામના પાટીયા પાસેથી પસાર થતા હોય તે દરમિયાન કોઈ GJ-27-CF-4093 નંબરની કારનો ચાલક પુર ઝડપે અને બેફીકરાઇપૂર્વક કાર ચલાવી ફરિયાદીના બાઈક સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો. આ બનાવમાં ફરીયાદીના છાતીના ભાગે પાસળીઓમા ગંભીર ઇજા તથા ફરીયાદીના નાનાભાઇ નાગજીને જમણા પગે ફેક્ચરની ગંભીર ઇજા પહોચાડી હતી. આ બનાવ અંગે વિનોદભાઇ મણદરીયાએ તે GJ-27-CF-4093 નંબરના કાર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

