અલગ અલગ ગુનાને લઇ મોરબીની જેલમાં બંધ કાચા અને પાકા કામના કેદીઓ પ્રતિબંધ હોવા છતાં મસાલા અને અન્ય નશાની વસ્તુ લઈ જતા હોવાની ફરિયાદ ઉઠી હતી જે બાદ જેલ આઈજી સ્ક્વોડ દ્વારા મોરબી સબ જેલમાં જડતી કરવામાં આવી હતી. આ ચેકિગ દરમિયાન જેલની અલગ અલગ બેરેકમાંથી કેદીઓ પાસેથી 40 જેટલા માવા પકડાયા હતા. તેમજ સુરક્ષાને લઇ અન્ય ચૂક સામે સામે આવતા જેલ તંત્ર દ્વારા મોરબી સબ જેલના જેલર સુજાનસિંહ ચુડાસમાની તાત્કાલિક અસરથી રાજકોટ ખાતે બદલી કરવામાં આવી છે.અને તેના સ્થાને રાજપીપળાથી એચ.એ.બાબરીયાની નવા જેલર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે સુજાનસિંહ ચુડાસમાની દોઢેક મહિના પહેલા મોરબી સબ જેલમાં બદલી થઈ હતી દોઢ મહિનામાં ફરી બદલી થતા ચર્ચા નું કેન્દ્ર બન્યું છે

