ટંકારાના શિતળાધાર વિસ્તારમાં ભાવેશભાઈ ચંદુભાઈ અઘારાની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ એમપીના વતની સંગીતાબેન પ્યારસિંગ મેહડા ઉ.23 નામની પરિણીતા ત્રણ ચાર દિવસ બીમાર હતા. જે બાદ ગઈકાલના રોજ તેનું મોત નિપજયુ હતું. આ મામલે ટંકારા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. તેમજ મૃતક સંગીતાબેનનો લગ્નગાળો ત્રણ વર્ષનો હોવાનું સામે આવ્યું છે.
મોરબીના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ અંબાણી પેપરમિલના લેબર કવાટર્સમાં રહેતા રામપ્રવેશ મોહનભાઇ ઠાકુર ઉ.19 નામનો યુવાન કોઈ કારણોસર ગઈકાલના રોજ લેબર કવાટર્સ પાસે આવેલ પાણીના ટાંકામા પડી જતા ડૂબી જવાથી તેનું મોત થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

