HomeGujaratહળવદમાં પઠાણી ઉઘરાણી કરતા શખ્સને પોલીસે પકડી પાડ્યો

હળવદમાં પઠાણી ઉઘરાણી કરતા શખ્સને પોલીસે પકડી પાડ્યો

હળવદમાં ગત તા.-06/10/2024 ના રોજ બટુકભાઇ બાબુભાઇ કાંકરેચા નામના વ્યાજખોરે સુરેશભાઇ કુરીયાને અલગ-અલગ બારેક મહિનાના સમયગાળામાં કુલ રૂ. 45,000 માસીક 15% વ્યાજે આપેલ હતા. આ રકમ પરત મેળવવા માટે આ કામના આરોપીએ ફરીયાદીનો સેન્ટ્રલ બેંકના એકાઉન્ટનો કોરો ચેક બળજબરીપૂર્વક સહી કરાવી લઇ ગયેલ અને આજદિન સુધી આરોપીને વ્યાજસહિત કુલ રૂ. 70,000 આપવા છતા આરોપીએ ફરીયાદી પાસેથી બળજબરી પૂર્વક વધુ રૂપીયા કઢાવવા સારૂ ઘર પચાવી પાડવાની અને બેંકમાં ચેક રીટર્ન કરાવી તેમજ ગાળો બોલી ફરીયાદીના પતિને જાનથી પતાવી દેવાની ધમકી આપી હતી. જે બાદ તે શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

જે અનુસંધાને હળવદ પોલીસે તે ઉંચા વ્યાજે નાણા આપી પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપતા આરોપી બટુકભાઇ બાબુભાઇ કાંકરેચાને પોલીસે ઝડપી લીધો હતો. અગાઉ પણ તે શખ્સ હળવદમાં પ્રોહિબિશન અને જુગારના ગુનામાં સંડોવાયેલ છે. આ બનાવ અંગે હળવદ પોલીસે તે શખ્સ વિરુદ્ધ મની લેન્ડર્સ એકટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW