HomeGujaratકચ્છ-મોરબી હાઇવે ઉપર હરીપર ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત થતા એકને...

કચ્છ-મોરબી હાઇવે ઉપર હરીપર ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત થતા એકને ઈજા

કચ્છ-મોરબી હાઇવે ઉપર હરીપર ગામના પાટિયા પાસે ધર્મેશભાઈ હર્ષદભાઈ ગોરસીયાએ તેની GJ-03-HK-2512 નંબરની કાર લઇ રાજકોટ જતા હોય તે દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ તેની GJ-01-WS-3528 નંબરની કાર પુરઝડપે અને બેદરકારી પૂર્વક ચલાવી ધર્મેશભાઈની કારને પાછળના ભાગે ટકકર મારતા સાહેદ જયશ્રીબેનને કમરના ભાગે મણકામાં ફેક્ચર જેવી ઇજા પહોચાડી હતી. તેમજ આ અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી. જે બાદ ફાયર વિભાગની ટીમ અને હાઇવે ઓથોરીટીની ટીમ ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવ્યો હતો. તેમજ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. આ બનાવ અંગે માળીયા પોલીસ મથકમાં ધર્મેશભાઈએ તે ગાડીના ચાલક નિર્ભયભાઈ બાલમુકુંદભાઈ ઠક્કર વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW