મોરબીમાં રાહત દરે કાર્યરત સંસ્કાર ફિઝીયોકેર સેંટર, શ્રી સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરની મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ દ્વારા 10 નવેમ્બરે રવિવાર ના રોજ સવારના સમયે 8:30 – 12:00 સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટર ખાતે નિ:શુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે.
નીચે મુજબની તકલીફ વાળા દર્દીઓ આ કેમ્પનો લાભ લઈ શકશે :-
1) સાયટીકા/ ગાદી ખસવી/ સાંધાના વા/ ઘુંટણનો ઘસારો.
2) સેરેબ્રલ પાલ્સી, જન્મજાત ખોડખાંપણ, ત્રાંસીડોક, ઓટીઝમ, હાયપરએક્ટીવીટી વગેરે
3) સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રનાં રોગો , બેલેન્સ પ્રોબ્લમ, જીબીએસ
4) બોલવાને લગતી તકલીફો તોતડું બોલવું, બાળકનું બોલી ન શકવું, બોલવામાં અચકાવું, ઓપરેશન પછી બોલવાની તકલીફ, જાડો-પાતળો કે ઘોઘરો અવાજ, પક્ષઘાતના હુમલા પછી બોલવાની તકલીફ, ખોરાક ગળવામાં તકલીફ ધરાવતા વ્યક્તિઓ.
5) કમર/ ગરદન / ખભા/ એડીનો દુ:ખાવો, ટેનિસ એલ્બો
6) હાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસ, પેરાપ્લેજીયા, કમ્પવા(પાર્કિંસન્સ).
7) ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર, લીગમેંટની ઇજાઓ
8) ડિલીવરી પહેલાં/પછીની કસરતો, મોટી ઉંમરે થતી શારીરિક તકલીફો વગેરે
9) તમાકુ/કેંસરનાં ઓપરેશન પછી જકડાયેલ જડબાની સારવાર
આ કેમ્પમાં ડો. કેશા અગ્રવાલ (ન્યૂરો ફિઝિયોથેરાપીસ્ટ) મગજ કરોડરજ્જુ અને બાળકોની તકલીફોનાં નિષ્ણાંત તથા તેમની મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ સેવા આપશે. તેમજ આ કેમ્પમાં બતાવવા આવનાર દર્દીએ મો.8160282456, પર રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે. (જુના રીપોર્ટસ સાથે લાવવા).

