HomeGujaratહળવદના રણજીતગઢ પાસે નશાની હાલતમાં ડીવાયએસપીએ અકસ્માત સર્જયો

હળવદના રણજીતગઢ પાસે નશાની હાલતમાં ડીવાયએસપીએ અકસ્માત સર્જયો

હળવદ: મળતી માહિતી મુજબ કચ્છના ભચાઉ એસઆરપી ગ્રુપમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ સોમજીભાઈ બામનીયા નામના એસઆરપીના ડીવાયએસપી રણજીતગઢ ગામના પાટીયા પાસે તા.04 ના રોજ રાત્રીના દોઢ વાગ્યાની નજીક ફોર વ્હીલ કારનો અકસ્માત થયો છે, તેવી માહિતી મળતા તુરંત પોલીસ ટીમ રવાના થઇ હતી. જ્યાં સ્થળ પરથી GJ-20-CA-6224 નંબરની ગાડી રોડ વચ્ચે પડી હતી. જે ગાડીના બોનેટના ભાગે ઘોબો પડેલ હતો અને બોનેટ ઊંચું થઇ ગયું હતું. કાર ચાલક બકવાસ કરતો હતો અને કેફી પીણું પીધેલ હાલતમાં જણાઈ આવ્યો હતો. તેમજ એસઆરપી ડીવાયએસપી પાસેથી ચાર બોટલ દેશી દારૂ જેમા દેશી દારૂ લિટર -03 કિં રૂ.600 તથા હ્યુન્ડાઈ કાર મળી કુલ કિં રૂ. 12,00,600નો મળેલ મુદ્દામાલ હળવદ પોલીસે કબ્જે કરી તે શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW