HomeGujaratમોરબીમાં જૂના ઝઘડાનો ખાર રાખી 3 શખ્સે રીક્ષામાં તોડફોડ કરી 2 યુવકને...

મોરબીમાં જૂના ઝઘડાનો ખાર રાખી 3 શખ્સે રીક્ષામાં તોડફોડ કરી 2 યુવકને ધમકાવ્યા

મોરબી શહેરના કુલીનગર 2 માં રહેતા વસીમભાઇ યુનુશભાઇ સેડાત નામનો યુવક તેના મિત્ર ઇસ્માઇલ સાથે મચ્છી માર્કેટ ગયા હતા જ્યાં જોન્સ નગર વિસ્તારમાં રહેતા સમીર કાસમભાઇ સંધવાણી,અસ્લમ કાસમભાઇ સંધવાણી , મુસ્તાક કાસમભાઇ સંધવાણી નામનાં ત્રણ ભાઈઓ મોરબી ઇદ મસ્જીદરોડ, મચ્છીપીઠ જાહેરરોડ ઉપર ભેગા થઈ ગયા અગાઉ થયેલ ઝઘડા નો ખાર રાખી આ કામેના આરોપી સમીર કાસમાણીએ બન્ને યુવકને મચ્છીપીઠમા આવવાની ના પાડી જેમફાવે તેમ ભુંડી ગાળો આપી હતી બાદમાં નંત્રણેય આરોપી દ્વારા છરી લઈ આવી બન્ને મિત્રોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફરિયાદી યુવકની સી.એન.જી. રીક્ષા રજી નં.GJ-36-W-6047 વાળીમા તોડફોડ કરી નુકશાન કરી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગૂન્હો નોંધી તપાસ હાથ ધરી હતી અને એક આરોપીની ધરપકડ કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW