HomeGujaratમોરબીમાં યુવાન પાસેથી વગર કારણે રોકડા, ફોન,કાર, બુલેટ બળજબરીથી પડાવી માર માર્યો,ત્રણ...

મોરબીમાં યુવાન પાસેથી વગર કારણે રોકડા, ફોન,કાર, બુલેટ બળજબરીથી પડાવી માર માર્યો,ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધાઇ

મોરબીના દલવાડી સર્કલ નજીક આવેલ ગોકુલ મથુરા સોસાયટીમાં રહેતા દેવ ચેતનભાઈ સોરીયા નામના યુવાનને ત્રણેક મહિના પહેલા શનાળા ગામે રહેતા વિશાલ વેલાભાઈ રબારી નામના શખ્સ સાથે મિત્રતા થયા બાદ આરોપી વિશાલ રબારી છેલ્લા ત્રણ મહિનામાં દેવ સોરીયા અને તેના પરિવારનું જીવવું હરામ કરી દઈ કોઈપણ લેતી દેતી થઈ ન હોવા છતાં માર મારી આઈફોન પડાવી લીધો હતો. બાદમાં અલગ અલગ સમયે દેવ સોરીયા અને તેના પિતા ચેતનભાઈ સોરીયા જ્યાં રસ્તામાં મળે ત્યાં અલગ અલગ રકમ આપવાની છે, તેમ કહી બળજબરી કરી એક વખત હ્યુન્ડાઇ વેન્યુ કાર પડાવી લઈ રૂ.2.20 લાખ આપતા કાર પરત આપી હતી. બાદમાં 2.50 લાખનું બુલેટ પડાવી લઈ વારંવાર પૈસેની માંગ કરી દેવનું અપહરણ કરી વિરપર ખાણમાં લઈ જઇ બેફામ માર મારી કટકે કટકે રૂપિયા 5.46 લાખ રોકડા, આઈફોન અને બુલેટ પડાવી લેતા અંતે દેવ ચેતનભાઈ સોરીયાએ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિશાલ વેલા રબારી અને અન્ય બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW