HomeGujaratમોરબીમાં બેકાબુ સ્વીફ્ટ કારે ત્રણથી વધુ વાહનોને ઠોકર મારી, એકને ઈજા

મોરબીમાં બેકાબુ સ્વીફ્ટ કારે ત્રણથી વધુ વાહનોને ઠોકર મારી, એકને ઈજા

મોરબીની નાની કેનાલ રોડ પાસે આવેલ ઓમપાર્ક સોસાયટીમાં રહેતા દીક્ષીતભાઇ જયંતીભાઇ કાંજીયા ગઈકાલના રોજ તેનું GJ-36-AD-8918 નંબરનું બાઈક લઇ જતા હોય તે દરમિયાન લાતી પ્લોટ શેરી નં.૨, જુની અજંતા બીલ્ડીંગ પાસે GJ-36-L-4670 નંબરનો સ્વીફ્ટ કારનો ચાલક પુરઝડપે અને બેદરકારીપૂર્વક કાર ચલાવી દીક્ષીતભાઇના બાઈકને ઠોકર મારી નીચે પછાડી દઇ ગંભીર ઇજા કરી સાહેદ પ્રવીણભાઇની વર્ના ફોરવ્હીલ કારને ડ્રાઇવર સાઇડ ઘસી નાખી તથા એક સી.એન.જી. રિક્ષાને પણ પાછળના ભાગે ઠોકર મારી કાર ચાલક ઘટના સ્થળેથી નાસી ગયો હતો. આ બનાવ અંગે દીક્ષીતભાઇ જયંતીભાઇ કાંજીયાએ તે કાર ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન મથકમાં ફરીયાદ નોધાવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW