HomeGujaratમોરબી જિલ્લાની વરડુસર ગામની પ્રાથમિક શાળાની દીવાલો ‘બાલા પ્રોજેક્ટ’ દ્વારા બની જીવંત...

મોરબી જિલ્લાની વરડુસર ગામની પ્રાથમિક શાળાની દીવાલો ‘બાલા પ્રોજેક્ટ’ દ્વારા બની જીવંત બન્યા 

શાળાની દિવાલો ઉપર ભારતના સ્મારકો, સ્ટેચ્યુ ઑફ યુનિટી, પ્રાણીઓ, ઘડિયા, વાર્તાના ભીંત ચિત્રો કરાયા  

મોરબી જિલ્લાના  જામસર સેન્ટર અંતર્ગત સમાવિષ્ટ વરડુસર પ્રાથમિક શાળામાં વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. તેમાં પણ શિક્ષકો અને આચાર્ય દ્વારા બાળકો માં શિક્ષણ પ્રવૃત્તિ ગોખણ પ્ટ્ટી ના બદલે યાદગાર રહે તે પ્રકારની કરવામાં આવે છે. આજકાલ આધુનિક સમયને ધ્યાનમાં રાખતા બાળકો વાંચેલું ભૂલી જાય અને બોલેલું યાદ ના રહે તેવું બને છે. સચિત્ર જોયેલું લાંબા સમય સુધી એમના માનસપટલ પર યાદ રહે છે, તેની સારી અસર પડે છે. જેના થકી બાળકો અનુભવજન્ય શિક્ષણ મેળવશે અને બાળકોની યાદશક્તિમાં વધારો પણ કરી શકાય છે.

એવા ઉમદા આશયથી સારી ટેવો, ભારતના સ્મારકો, સ્ટેચ્યુ ઑફ યુનિટી, પ્રાણીઓ, ઘડિયા, વાર્તા સ્વરૂપે દીવાલોમાં જીવંત કરવામાં બનાવવામાં આવેલી છે. બાલા પ્રોજેક્ટનું વાંકાનેરના બી.આર.સી. કો- ઓર્ડીનેટર  મયૂરરાજસિંહ પરમાર દ્વારા ઉદ્ઘાટન કરીને તેને બાળકો માટે ખુલ્લો મુકી એક ઉમદા કાર્ય કરાયુ છે. આ શાળાની રંગબેરંગી દીવાલો અને ઓરડા બાળકો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે જેના કારણે તેઓ હોંશે હોંશે શિક્ષણ મેળવી શકશે.

આ પ્રવૃત્તિને સમગ્ર ગ્રામજનોએ અને વાલીએ વખાણેલી છે અને આ સચિત્ર દીવાલોથી શાળાનું વાતાવરણ મોહક બન્યું છે. બાલા પ્રોજેક્ટને સફળ બનાવવા માટે અને જીવંત બનાવવા માટે વરડુસર પ્રાથમિક શાળાના આચાર્ય  પંકજભાઈ ધામેચા, એસ.એમ.સી.ના અધ્યક્ષ અશોકભાઈ પંચાસરા, સમગ્ર શાળા પરિવાર, વાંકાનેર તાલુકાના બી.આર.સી. કો- ઓર્ડીનેટર  મયૂરરાજસિંહ પરમાર, જામસર સી.આર.સી. કો- ઓર્ડીનેટર નરેન્દ્રસિંહ ચૌહાણનો ખૂબ જ સહકાર મળ્યો છે. મોરબી જિલ્લામાં બાળકોના શિક્ષણ સ્તરને સુધારવા માટે અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW