મોરબી રાજકોટ હાઈવે પર આવેલ કમ્ફર્ટ હોટેલમાં ગઈકાલે ટંકારા પોલીસે હાય પ્રોફાઈલ જુગાર ઝડપી પાડ્યું હતું. આ જુગાર ધામની અંદર ગોવાના કસીના જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો અને આ હોટલમાં જુગારધામ ચાલતું હતું જેમાં કસીનો ટાઇપ અલગ અલગ રકમના કોઈન મારફતે જુગાર ધામ ધમધમતું હતું. જોકે બાતમીના આધારે ટંકારા પોલીસે સમગ્ર જુગારનો પર્દાફાશ કર્યો હતો જેમાં હોટલની બહાર બે ફોર્ચ્યુનર કારની અંદર જુગારના પૈસા રાખવામાં આવ્યા હતા અને કોઈન મારફતે હોટલના રૂમ નંબર 105 ની અંદર જુગાર રમાતું હતું. નવું જેટલા પતા પ્રેમીઓ જુગાર રમતા ઝડપાયા હતા અને 12,00,000 રોકડા તેમજ બે ફોર્ચ્યુનર કાર સહિત 63 લાખ 15 હજારનું મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો
જોકે આ જુગારધામ ઝડપાતા રીતસર ના ધમપછાળા પણ થયા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી હતી આ હોટલની અંદર ચાલતા જુગાર ધામની જગ્યા બદલાવા માટે અનેક પ્રયાસો થયા હતા. પરંતુ ટંકારા પોલીસ એકની બે ના થઈ હતી અને જે જગ્યા પર જુગારધામ ઝડપાયું હતું તે જગ્યા જ પોલીસે બતાવી છે જોકે, ત્યારબાદ જુગારીઓએ પોતાનું કારસ્તાન ઢાંકવા માટે પણ પ્રયાસો કર્યા હતા પરંતુ આખરે પોલીસે એ કારસ્તાનને પણ ઉજાગર કરી અને હાલ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે
આમ તો આ જુગાર ધામની અંદર જે પતા પ્રેમીઓ ઝડપાયા છે તે મોરબી નહીં પરંતુ રાજકોટ જામનગર સહિતના જુગારીઓ આ જુગાર રમવા માટે આવ્યા હતા અને ગોવામાં જેમ કસીનાઓ માં જુગાર રમાય છે તેમ આ હોટલ ની અંદર જુગાર રમાઈ રહ્યો હતો 50 થી લઈ અને 50,000 સુધીના કોઈન રાખવામાં આવ્યા હતા અને આ કોઈને મારફતે જ આ જુગાર રમતો હતો અને જુગારીઓ રોકડ રકમ હોટલની બહાર પાર્ક કરેલી ફોર્ચ્યુનર કાર ની અંદર રોકડ રકમ જમા કરાવી અને રૂમ ની અંદર કોઈન મારફતે જુગાર રમતા હતા
હવે વાત કરીએ ચોરી ઉપરથી સીના ચોરીની નવું જેટલા જુગારીઓમાં એક જુગારી પોતાનું ઓળખ છુપાવવા માટે બીજાનું નામ જાહેર કરી દીધું હતું જોકે સમગ્ર મામલે હાલ પર્દાફાશ થયો છે અને આજે જુગારી હતો તે મોરબીનો નામચીન સિરામિકની અંદર ભાગીદાર છે અને અગાઉ પણ ગુજરાત નહીં પરંતુ ગુજરાતની બહાર પણ જુગાર રમવા માટે અને એક વાર જઈ ચૂક્યો છે અને હાલ જે જુગારીની વાત કરી રહ્યા છીએ તે રવિ મનસુખભાઈ પટેલ જે નામ પોલીસ ચોપડે ચડાવવામાં પોતે સફળ રહ્યો હતો પરંતુ હકીકતમાં આ વ્યક્તિનું નામ તીર્થ ફળદુ છે અને તે મોરબીના સારા એવા ગ્રુપની અંદર ભાગીદાર છે અને યુરાકોન વિટરીફાઈડ નામની ફેક્ટરી નો પોતે માલિક પણ છે જોકે સમગ્ર મામલે પોલીસને જાણ થઈ હોવાની પણ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે અને પોલીસે હાલ આ વ્યક્તિ વિરુદ્ધ પોતાની ઓળખ છુપાવવા મામલે પણ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે
ઉલ્લેખનીય છે કે ભાજપ આગેવાનની હોટલમાં ચાલતું જુગારધામ ઝડપાયા બાદ અનેક ધમ પછાળા થયા હતા અને આખરે પોલીસે તમામ જુગારિયોને પકડી અને ગુનો દાખલ કર્યો હતો જોકે આ સમગ્ર મામલે રાજકોટના જાણીતા વેપારીનું નામ પણ જુગાર ધામની અંદર સામે આવ્યું છે અને મોરબીના જાણીતા એવા ઉદ્યોગ ગ્રુપના એક ભાગીદારનું નામ પણ સામે આવ્યું છે અને હાલ પોલીસે અલગથી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

