HomeGujaratમાળીયાના મોટા દહીંસરા ગામે અહીં આવવું નહિ તેમ કહી ચાર શખ્સોએ બે...

માળીયાના મોટા દહીંસરા ગામે અહીં આવવું નહિ તેમ કહી ચાર શખ્સોએ બે વ્યક્તિને માર માર્યો

માળીયાના મોટા દહીંસરા ગામે રહેતા ફરિયાદી પ્રવીણભાઈ ઉર્ફે મુન્નાભાઈ બચુભાઇ જોશીએ ગત તા.22ના રોજ મોટા દહીંસરા ગામના રેલવે ફાટકે કૂતરાને રોટલા નાખવા ગયા હતા. ત્યારે માળીયા મિયાણા ગામે રહેતા આરોપી ફારૂક દિલાવરભાઈ અને અન્ય ત્રણ બીજા શખ્સોએ અહીં શુ કરેશ? અહીં આવવું નહિ કહી લાકડાના ધોકા વડે પ્રવિણભાઇને તેમજ સાહેદ મેરાભાઈને મારમારી ઈજા પહોચાડી હતી.આ બનાવ અંગે પ્રવિણભાઇ ઉર્ફે મુન્નોએ માળીયા પોલીસ મથકમાં ફારૂકભાઇ દિલાવરભાઇ અને અજાણ્યા ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW