માળીયા મીયાણા શહેરમાં ગઈકાલે નમાજ વખતે એકઠા થયેલા યુવાનો વચ્ચે જૂના ઝઘડાને લઇ ચાલતા મનદુઃખ માં ઝઘડો થયો હતો જે બાદ સાંજના સમયે આં ઝઘડાએ હિંસક રૂપ ધારણ કરી લીધું હતું બે જૂથ વચ્ચે રીતસર અંધાધુધ ફાયરિંગ થતાં માળિયા શહેર મિર્ઝાપુર બની ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો અને બન્ને પક્ષના લોકો દ્વારા એક બીજા પર આડેધડ ફાયરિંગ કરતાં 7થી વધુ લોકોને સામાન્ય થી લઈ ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે હેદર જેડા નામના યુવકનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવ બાદ માળિયા મિયાણા શહેરમા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો આં બનાવમાં પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી હતી જેમાં એક પક્ષના10લોકો જ્યારે બીજા પક્ષના 14લોકો એમ કુલ 24 લોકો સામે અલગ અલગ હત્યા રાયોટિંગ,હથિયાર ધારા, ગેર કાયદેસર મંડળી રચવા, જાહેર સુલેહ ભંગ સહિતની અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી.
પ્રથમ ફરિયાદ મુજબ માળિયામાં રહેતા સમિશા ઓસમાણ ભાઈ જેડા નામના યુવાન ના કાકાના દીકરા સાહિલ ને આરોપી યુસુફ, મોયુદ્દીન નુર મહંમદ અને હુસેન દ્વારા આડેધડ માર મારવામાં આવતા સમીશા વચ્ચે પડતા આરોપીઓ તેને ઢોર મરમર્યો હતો આં દરમિયાન 1111 નમ્બર વાડી સફેદ કારમાં હબીબ નુર મહંમદ,ફારૂક હબીબે અને કાસમ હબીબ ધસી આવ્યા હતા અને હબીબ અને ફારુકે પોતાના પાસે રહેલ બંધુક થી ફાયરિંગ શરૂ કરી દીધું હતું તો કાદર હબીબ અને ગુલામ અલી સહિતના શખ્સો બોલરો લઇ આવી પહોંચ્યા હતા અને ધાક ધમકી આપી હતી તેમજ બન્ને પિતરાઈ પર હુમલો હેદર અલી નામના યુવકને ગંભીર ઈજા પહોંચાડી તેની હત્યા કરી દેવાઈ હતી. બનાવ અંગે સમિસા જેડાએ યુસુફ સબીર સંઘવાણી મયુદ્દીન ફાંરુખ ખાન ગામ નૂર મહંમદ ઉર્ફે ડાડો, હુસેન કસમજામ સલીમ કટિયા,હબીબ નૂર મહંમદ જામ,ફારૂક હબીબ જામ કાસમ હબીબ જેડા ,કાદર હબીબ જેડા અને ગુલામ અલી અમીર અલી સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.સામે પક્ષે સલીમ સુભાન કટીયા નામના યુવાને નોંધાવેલ ફરિયાદ મુજબ ફરિયાદ ના દીકરા તેમજ અન્ય લોકોને અજહર સહિતના આરોપી સાથે કોઈ બાબતે ઝઘડો ચાલતો હોય જેનું મનદુઃખ રાખી આરોપીઓ અલગ અલગ કારમાં આવ્યા હતા અને ફરિયાદી ના દીકરા તેમજ અન્ય લોકો પર આડેધડ બંધુક વડે ફાયરિંગ કરી તેમજ ધોકા પાઇપ સહિતના અલગ અલગ હથિયાર વડે હુમલાઓ કરી ઈજા પહોચાડી હોવાની ફરિયાદ નોંધાવી હતી

