HomeGujaratમોરબી: વેણાસર-કુંભારિયા માટે લાભકર્તા એવો સાગર ડેમ બે કરોડના ખર્ચે સંપૂર્ણ રીપેર...

મોરબી: વેણાસર-કુંભારિયા માટે લાભકર્તા એવો સાગર ડેમ બે કરોડના ખર્ચે સંપૂર્ણ રીપેર કરાશે

વેણાસર-કુંભારિયા માટે લાભકર્તા એવો સાગર ડેમ સંપૂર્ણ રીપેર થશે અને તેમાં વિપુલ પાણીનો સંગ્રહ થશે, તેવું ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયા જણાવેલ છે.

અંદાજે બે દાયકા પહેલા માળિયા તાલુકામાં વેણાસર-કુંભારીયા અને આસપાસના વોંકળાનું વરસાદી પાણી સમુદ્રમાં વહી જતું અટકાવવા વન વિભાગ દ્વારા સાગર ડેમ બનાવવામાં આવેલ છે. જેને લઈને ખેડૂતોને પણ ફાયદો થયો અને સમુદ્રની ખારાશ પણ આગળ વધતા અટક્યું હતું.

તેમજ કાળક્રમે સાગર ડેમ બિસ્માર હાલતમાં થતા ઉપયોગમાં આવતો ન હતો. જેથી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆતથી અંદાજે રૂ. 2.00 કરોડના ખર્ચે સંપૂર્ણપણે રીપેર કરવામાં આવશે. જેને લઈને પુનઃ વિપુલ જથ્થામાં પાણી સંગ્રહ થશે. સાગર ડેમના પુનઃ નિર્માણના નિર્ણયથી વેણાસર-કુંભારીયા તથા આસપાસના ગામોમાં આનંદની લાગણી વ્યપી ગઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW