HomeGujaratમોરબીના ઘુટું ગામનો તલાટી મંત્રી રૂ 50 હજારની લાંચ લેતા ઝડપાયો મહિલા...

મોરબીના ઘુટું ગામનો તલાટી મંત્રી રૂ 50 હજારની લાંચ લેતા ઝડપાયો મહિલા સરપંચના પતિનું નામ ખુલતા બન્નેની ધરપકડ

મોરબી તાલુકાના ઘૂટું ગામના તલાટી કમ મંત્રી દ્વારા અરજદાર પાસેથી બાંધકામ મંજુરી પ્રમાણ પત્ર માટે રૂ 50 હજારની લાંચ માગી હતી જે લાંચ લેતા acbની ટીમે છટકું ગોઠવી તલાટી કમ મંત્રીને રૂ 50 હજાર ની લાંચ લેતા હાથ ઝડપી લીધા હતા બનાવને પગલે ઘૂટું ગ્રામ પંચાયત કચેરીમાં સોપો પડી ગયો હતો

મોરબી તાલુકાના ઘૂટું ગામના આવેલી 4 વીઘા જમીન ની જગ્યામાં લાકડાની પ્લેટ બનાવવાનું કરવાનું હોય અને તેના માટે બાંધકામ કરવા ગ્રામ પંચાયતમાં મંજુરી માટે અરજી કરી હતી અને આ અરજદારની અરજી મંજુર કરવા ગામના મહિલા સરપંચના પતિ દેવજીભાઈ પરેચા અને તલાટી કમ મંત્રી વિમલ ચન્દ્રાલા દ્વારા રૂ 50 હજારની લાંચ માગી હતી જોકે અરજદાર આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેને એન્ટી કરપ્શન બ્યુરોનો સમ્પર્ક કરતા આજે એન્ટી કરપ્શન બ્યુરોના સુપર વિઝન અધિકારી કે એચ ગોહિલના સુપર વિઝનમાં એસીબી પી આઈ એમ એમ લાલીવાલા અને ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવી હતી જેવા તલાટી મંત્રી વિમલ ચંદ્રાલાને રૂ 50000ની લાંચલેતા ઝડપી લીધો હતો જેની પૂછ પરછ કરત ઘૂટું ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ દેવજી પરેચા સામેલ હોવાનું સામે આવતા એસીબીની ટીમે બન્ને ની ધરપકડ કરી હતી અને વધુ તપાસ માટે મોરબી એસીબી કચેરી એ લઇ જવાની તજવીજ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW