રાજ્ય સરકાર દ્વારા છેવાડાના વિસ્તારમાં રહેતી કન્યાઓ શાળાએ સરળતાથી આવન જાવન કરી શકે તે માટે અલગ અલગ યોજના હેઠળ સાયકલનું વિતરણ કરવામાં આવે છે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આજરોજ મ્યુનીસીપલ ગર્લ્સ ખાતે વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીની ઉપસ્થિતમા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી બાળાઓને આવન જાવન 142 જેટલી વિદ્યાર્થીનીઓને કન્યા કેળવણી યોજના અંતગર્ત સાયકલ આપવામાં આવી હતી. તેમજ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીની હાજર રહી હતી. અને સાયકલ મેળવી હતી સાથે આ સાયકલ મળવાથી તેઓને ઘરેથી શાળાથી અને શાળાથી ઘરે જવામાં હાલાકી નહી પડે તેની ખુશી વ્યક્ત કરી હતી.

