HomeGujaratમોરબી તાલુકા પોલીસ મથકમાં ગઈકાલના રોજ નોધાયેલ અપમુત્યુના બે બનાવમાં 2ના મોત

મોરબી તાલુકા પોલીસ મથકમાં ગઈકાલના રોજ નોધાયેલ અપમુત્યુના બે બનાવમાં 2ના મોત

મોરબીના પીપળી રોડ ઉપર પાવડીયારી કેનાલ રોડ પર આવેલ ક્રીપટોન સિરામિક ફેકટરીમાં કામ કરતા અને લેબર કવાટર્સમાં રહેતા મૂળ એમપીના વતની અનિલભાઈ ડાંગી નામના શ્રમિકે કોઈ અગમ્ય કારણોસર ફેકટરીના લેબર કવાટર્સમાં ગઈકાલના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

મોરબીના રવાપર રોડ ઉપર જૂની શાક માર્કેટ પાછળ રહેતા જગદીશભાઈ નાનજીભાઈ હીરાણી ઉ.53 નામના આધેડ ગઈકાલે રાત્રીના સમયે રફાળેશ્વર રેલવે સ્ટેશન પાસે હોય તે દરમિયાન આધેડ ટ્રેન હડફેટે આવી જતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW