HomeGujaratહળવદ-ધ્રાંગધ્રા હાઇવે પર બંધ પડેલા ટ્રક પાછળ બે વાહન અથડાયા, એકનું મોત

હળવદ-ધ્રાંગધ્રા હાઇવે પર બંધ પડેલા ટ્રક પાછળ બે વાહન અથડાયા, એકનું મોત

હળવદ-ધ્રાંગધ્રા હાઇવે પર કવાડિયા ગામના પાટિયા નજીક GJ-12-AZ-8225 નંબરના ટ્રક ચાલકે મનુષ્ય જિંદગી જોખમાય તેવી રીતે કોઈ સિગ્નલ લાઈટ ચાલુ રાખ્યા વગર જ ટ્રક રોડ ઉપર ઉભો રાખ્યો હતો. જે બાદ આ ટ્રક પાછળ GJ-12-BV-9408 નંબરનું ટેન્કર અથડાયું હતું. તેમજ આ ટેન્કર પાછળ GJ-08-AW-5503 નંબરનું આઇસર અથડાતા આઇસર ચાલક ઇજાગ્રસ્ત થયો હતો અને આઇસરમાં બેઠેલા પ્રવીણ ચંદાભાઈ માજીરાણા ઉ.15 નામના સગીરનું મૃત્યુ નિપજતા ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી. આ બનાવ અંગે આઇસર ચાલકના ભાઈ અરજણભાઈ ઉર્ફે લાખાભાઈ ચોથાભાઈ સોબોડે હળવદ પોલીસ મથકમાં તે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW