હળવદના સુસવાવ તેમજ વિશ્વાપાર્ક સોસાયટીમાં છેલ્લા છ એક માસ પહેલા ઘરફોડ ચોરીની બે ઘટનાઓ બની હતી. જેમાં આ ચોરીને અંજામ આપનાર આરોપીઓ હળવદ -માળીયા હાઇવે બાયપાસ ઉપર ઝૂંપડામાં રહેતા હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન આરોપી શની ગણેશભાઈ રાઠોડ અને પ્રવિણ ઉર્ફે સુખો રેમશભાઈ ઉર્ફે વિક્રમભાઈ રાઠોડને ઝડપી લીધા હતા. આરોપીઓના કબ્જામાંથી 36.925 ગ્રામ સોનાનો ઢાળીયો તેમજ 85 ગ્રામ ચાંદીનો ઢાળીયો કબ્જે કરી બન્ને વિરુદ્ધ હળવદ પલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
હળવદમાં થયેલ બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, બે શખ્સો પકડાયા
RELATED ARTICLES

