વાંકાનેર: ગત તા. 19/10/24 ના રોજ ભુસ્તરશાત્રી મોરબીની ક્ષેત્રીય ટીમ દ્વારા વાંકાનેર તાલુકામાં અલગ અલગ બે જગ્યાએ ગેરકાયદેસર ખાણકામ ઝડપી બે જેસીબી/હિટાચી મશીન તથા ટ્રક પકડી સીઝ કરવામાં આવ્યા હતા.
જેમાં પ્રથમ જેતપરડા ગામે ક્યુરેકસ કારખાના પાછળનાં ભાગે આકસ્મિક દરોડા પાડતા GJ-36-S-3848 નંબરના જે. સી. બી. મશીનને સેન્ડસ્ટોન ખનીજનાં ગેરકાયદેસર ખોદકામ કરતા ઝડપી લીધું હતું. જયારે હસનપર ગામે ગેગડી વિસ્તારમાં દરોડો પાડી સેન્ડ સ્ટોનના ખોદકામ કરતા ટાટા હિટાચી મશીમ તેમજ એક ડમ્પર નંબર GJ-18-AX-8418 ને ગેરકાયદેસર ખાણકામ કરી વહન કરવા બદલ પકડી સીઝ કર્યા છે.
ઉપરોક્ત બંને ખાણકામ મશીન ઓપરેટર માલકિયા અનિલ બાબુભાઇ રે. જાલી તા. વાંકાનેર અને માલિક સરૈયા ભરત મોહનભાઇ રે. દરબારગઢ, જેતપરડા તા. વાંકાનેર તથા રાજીવ દેવનારાયણ યાદવ રે. મૂળ બિહાર હાલે હસનપર અને ડમપર નાં ચાલક/માલીક રાજ વિનોદભાઈ વિઝીવાડીયા રે. લુણસરિયા તા. વાંકાનેર તથા પેથાભાઈ રાઘવભાઈ સરૈયા રે. હસનપર તા. વાંકાનેર દ્વારા કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે, આશરે એક કરોડ જેટલો મુદ્દામાલ સીઝ કરી સીટી પોલીસ સ્ટેશન વાંકાનેર ખાતે મૂકી આગળની માપણી તથા તપાસ અંગેની કાર્યવાહી કરી ખનીજ ચોરી કરતા આ તમામ શખ્સો તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

