મોરબીમાં તા.17/10/2024ના રોજ વાલ્મીકિ જયંતિના પાવન અવસરે ભીમસર મુકામે હનુમાન ચાલીસા પઠન કેન્દ્રનો શુભારંભ પશ્ચિમ ક્ષેત્ર ના મા. સંઘચાલક ડો.જયંતિભાઈ ભાડેસિઆ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ પાવન અને દિવ્ય પ્રસંગ લાલબાગ ઉપનગર સેવાવિભાગ/સામાજિક સમરસતા મંચ દ્વારા વાલ્મીકિ સમાજના ભાઈઓ અને બહેનોની ઉપસ્થિતિ માં યોજાયો હતો. આ પ્રસંગે ભાડેસિઆ સાહેબે પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું, વાલ્મીકિ પૂજન કર્યું હતું અને કુમકુમ તિલક તથા ઢોલ /ત્રાંસા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સુંદર કાર્યક્રમ ની સફળતા માટે લાલજીભાઈ કુનપરા, રાજુભાઈ વિરમગામા, દિનેશ ભાઈ વિડજા વિ.કાર્યકર્તા ઓએ જહેમત ઉઠાવી હતી. આગામી દિવસોમાં આ વિસ્તારમાં એક સંસ્કાર કેન્દ્ર પણ શરૂ કરવામાં આવશે. જે અંગે લલિતભાઈ પાંડે, વસંતભાઈ આહીર, જીતુભાઈ પરમાર, બકુલ ભાઈ, મહેન્દ્રભાઈ વિ.કાર્યકર્તા ઓ કૃત નિશ્ચયી છે. આ પ્રસંગે ભીમસરના અગ્રણીઓ મહેશભાઈ પરમાર,વિપુલભાઈ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.

