દિવાળી પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે લોકો દિવાળી દરમિયાન ભેટ સોગાત આપતા હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વન કર્મીઓને દિવાળી પહેલા બઢતીની ભેટ આપી છે વન વિભાગ દ્વારા રાજ્યમાં અલગ અલગ સ્થળ ફરજ બજાવતા રેંજ ફોરેસ્ટ ઓફિસરની બઢતી સાથે બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે આ ઓર્ડરમાં 72 રેંજ ફોરેસ્ટ ઓફિસરના મદદનીશ વન સંરક્ષક તરીકે બઢતી અને બદલી કરવામાં આવી છે આ ઉપરાંત અન્ય ત્રણ મદદનીશ વન સંરક્ષકની પણ અલગ અલગ જિલ્લામાં બદલી કરવામાં આવી છે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબીમાં ફરજ બજાવતા આર એફ ઓ પ્રતિક કુમાર નરોડીયાની બઢતી સાથે મોરબી ડીવીઝન કચેરીમાં ચેતન કુમાર દાફડાની બઢતી સાથે ખંભાળિયા બદલી કરાઈ છે
આ ઉપરાંત અમરેલી ખાતે ફરજ બજાવતા એમ યુ શેખની મોરબી બદલી કરાઈ છે તો ભુજ ખાતે ફરજ બજાવતા નરેન્દ્ર કુમાર ગઢવીને પણ મોરબી મુકવામાં આવ્યા છે

