મોરબી જિલ્લામાં નવરાત્રી દરમિયાન વાહન વેચાણમાં જબરો વધારો જોવા મળ્યો હતો મોરબી જિલ્લા માં નવરાત્રી દરમિયાન 1468 બાઈક અને 580 બાઈક સહીત 2267 વાહનની ખરીદી થઈ હતી
નવરાત્રી પર્વથી લઇ દશેરા દરમિયાન શુભ મુર્હુતને ધ્યાને લઇ લોકો દ્વારા નવા ધંધાની શરૂઆત, વાહન કે મિલકતની ખરીદી અને ગૃહ પ્રવેશ સહિતના કામ આ દિવસ માં કરતા હોય છે ત્યારે મોરબી જિલ્લા માં નવરાત્રીના 10 દિવસ દરમિયાન લોકોએ ઘર અને વાહનોની સારી એવી ખરીદી કરી હતી મોરબી જિલ્લામાં 4 ઓક્ટોબરથી 14 ઓક્ટોબરના 10 દિવસ દરમિયાન કુલ 2267 વાહનોની ખરીદી થઇ હતી અને તમામ વાહનોની આરટીઓમાં સમયગાળા દરમિયાન નોધણી થઇ હતી વાહનના પ્રકાર મુજબ જોઈએ તો સૌથી વધુ 1468 બાઈક માત્ર આ 10 દિવસ દરમિયાન જ રોડ પર આવ્યા હતા આ ઉપરાંત 580 નવી કારની ખરીદી થઈ હતી અન્ય વાહનની વાત કરીએ તો ૧૦ દિવસ દરમિયાન 70 જેટલા માલ વાહક વાહન. 14 ખેતીવાડી માટે ટ્રેક્ટર, 17 કોમર્સિલ ટ્રેક્ટર,.6 ડમ્પર,1 મોપેડ,19 જેટલા વાહન પરિવહન માટે થ્રી વ્હીલ 79 પેસેન્જર રીક્ષા સહિતના વાહ્નોની આરટીઓ કચેરીમાં નોધણી થઇ હતી જોકે બીજી તરફ આ વર્ષે નવરાત્રી દરમિયાન દસ્તાવેજ નોધણીમાં ઓટ જોવા મળી હતી નવરાત્રીના ૧૦ દિવસ દરમિયાન સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નોધાયેલ મિલકતની વિગત જોઈએ તો આ વર્ષે તા. 1-10 થી 11-10 સુધીમાં કુલ 975 દસ્તાવેજો નોંધાયા હતા. જેમાં 152 મોર્ગેઝ, 21 વધારે બોજાના, 114 હક્ક પત્રકના નોંધાયેલા હતા. જેમાંથી સરકારને સ્ટેમ્પ ડ્યુટીની 3,60,82,372 ની અને નોંધણી ફી ની 59,14,605 રૂપિયાની આવક થઈ હતી. સાથે જ કુલ 975 દસ્તાવેજમાંથી મહિલાઓના નામે 198 દસ્તાવેજ નોંધાયા હોય સરકારે 21,63,378ની ફી માફી આપી હતી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે નવરાત્રી દરમ્યાન દસ્તાવેજ નોંધણી માટે વેઇટિંગમાં ટોકન અપાયા હતા.