HomeGujaratહળવદમાં માતા સાથે ફોનમાં કેમ ઉચા અવાજે વાત કરી કહી યુવકને મહિલા...

હળવદમાં માતા સાથે ફોનમાં કેમ ઉચા અવાજે વાત કરી કહી યુવકને મહિલા સહીત 6 શખ્સે માર માર્યો

હળવદ નજીક આવેલા આસ્થા ટેકનો પ્લાસ્ટ નામની ફેકટરીમાં કામ કરતા મૂળ યુપીના મનોજ રામાશંકર યાદવ નામના યુવકને રૂપિયાની જરૂર હોવાથી ફેકટરીના શેઠ પાસે રૂ 10 હજાર માગ્યા હતા જે રૂપિયા શેઠે ફેકટરીના સુપર વાઈઝર અજયભાઈ કુડેચાને ઓનલાઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા મનોજે આ રૂપિયા માટે અજયને ફોન કરતા તેને અલગ અલગ બહાના કરવાનું શરુ કર્યું હતું બાદમા મનોજે ફરી ફોન કરતા સામેથી અજયના માતાએ ફોન ઉપાડ્યો હતો અને અજય ત્યાં હાજર ન હોવાનું બહાનું કરતા મનોજે ગુસ્સામાં બોલી જતા અજય ગુસ્સે થઇ જીજે 36 એલ 7018 નમ્બરની કારમાં ધસી આવ્યો હતો અને તેની સાથે અજય ઉપરાંત તેનો ભાઈ હાર્દિક તેના પિતા સુરેશભાઈ ઉપરાંત શીતલબેન સહિતના હાજર હતા જયારે બીજી એક કારમાં વિજય કુડેચા અને અલ્પેશ ગોસાઈ સહિતના આવી પહોચ્યા હતા અને ધોકા પાઈપ વડે મનોજ પર હુમલો કરી ગંભીર ઈજા પહોચાડી હતી આ ઉપરાંત વિજયનામના શખ્સે મનોજ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ પણ કર્યો હતો આ બનાવમાં મનોજ ઉપરાંત ઉપેન્દ્ર રાય અને શશીકાંત નામના યુવકને પણ ઈજા પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે ,મનોજે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW