મોરબીની મેઘાણીવાડી પ્રાથમિક શાળાના શિક્ષિકા તરીકે ફરજ બજાવતા નીરુલત્તાબેન હિરેનભાઈ રૈયાણીએ મલેશિયાના કુઆલાલમ્પુર ખાતે 36મી મલેશિયન ઇન્ટરનેશનલ માસ્ટર્સ એથલેટિક્સ ચેમ્પિયનશીપ- 2024ની ચક્રફેક સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવી દેશનું નામ રોશન કર્યું છે. હૈદરાબાદ ખાતે યોજાયેલી નેશનલ માસ્ટર્સ એથલેટિક્સ સ્પર્ધામાં નંબર મેળવી તેઓ મલેશિયા ખાતે સ્પર્ધામાં ભાગ લેવા પસંદગી પામ્યા હતા. મલેશિયા ખાતે તેઓએ ચક્રફેંક અને ગોળાફેંકમાં ભાગ લઈ ચક્રફેકમાં સિલ્વર મેડલ મેળવી દેશને ગૌરવ અપાવ્યું હતું.

