HomeGujaratમાળિયાના મોટા દહીંસરા ગામે થયેલ હત્યાના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ

માળિયાના મોટા દહીંસરા ગામે થયેલ હત્યાના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ

માળીયાના મોટા દહીંસરા ગામે વિવેકાનંદ નગરમાં શેરીમાં પાણી કાઢવા બાબતે થયેલ ઝઘડામાં ચંદુભાઇ છગનભાઇ મકવાણાનું ગંભીર ઇજાઓ પહોંચતા તેને રાજકોટ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજયું હતું અને તેમના સસરાને મહાદેવભાઇ મોહનભાઇ રાઠોડને ઇજા પહોચી હતી આ બનાવની મૃતક ચંદુભાઈના પત્ની નિર્મલાબેન ચંદુભાઇ મકવાણાએ માળિયા મિયાણા પોલીસ મથકમાં આરોપી સુરેશભાઇ અવચરભાઇ ઇન્દરીયા, અરૂણભાઇ અવચરભાઇ ઇન્દરીયા, વિજયભાઇ અવચરભાઇ ઇન્દરીયા અને અશોકભાઇ અવચરભાઇ ઇન્દરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આ બનાવમાં ઇજા પામેલ ચંદુભાઇ છગનભાઇ મકવાણાનું મોત નિપજતા પોલીસે હત્યા અંગેની કલમનો ઉમેરો કર્યો હતો તેમજ ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન આ તમામ આરોપી પૈકી ત્રણ આરોપી અરૂણભાઇ અવચરભાઇ ઇન્દરીયા, વિજયભાઇ અવચરભાઇ ઇન્દરીયા અને અશોકભાઇ અવચરભાઇ ઇન્દરીયાની ધરપકડ કરી હતી. જ્યારે આરોપી સુરેશભાઇ અવચરભાઇ ઇન્દરીયા ઇજાઓને કારણે હોસ્પીટલમાં સારવારમાં હોય જેની અટકાયત બાકી છે હાલ બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW