મોરબી જિલ્લામાં ચોમાસાની વિદાય લીધા બાદ પણ હજુ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. મોરબીમાં છેલ્લા બે દિવસથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે રવિવારે વરસાદનું જોર વધ્યું હોય તેમ દિવસ દરમિયાન છૂટા છવાયા ઝાપટા વરસ્યા હતા જોકે રાત્રીના સમયે વીજળીના કડાકા વચ્ચે વરસાદી માહોલ સર્જાયો હતો અને રાત્રે ૮થી૧૦ દરમિયાન. ટંકારા માં૧૯ મીમી અને વાંકાનેરમાં૧૫ મીમી વરસાદ નોંધાયો હતો મોરબીમાં પણ ગાજ વીજ સાથે વરસાદી ઝાપટાં વરસ્યા હતા
મોરબીમાં મચ્છુ૨ ડેમમાં પાણી ની આવક વધારો નોંધાયો હતો જેના કારણે ડેમમાં દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું હતુ સૌ પ્રથમ એક દરવાજો ૨ ફૂટ ખોલી૧૨૯૫ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જોકે પાણીની આવક વધતાવધુ એક દરવાજો ૨ ફૂટ ખોલી કુલ૨૫૯૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

