HomeGujaratમોરબીના નિર્માણધીન એરપોર્ટની કામગીરી ગોકળગાય ગતિ જેવી, વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા...

મોરબીના નિર્માણધીન એરપોર્ટની કામગીરી ગોકળગાય ગતિ જેવી, વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા માંગ

મોરબી નજીક રાજપર ગામમાં આવેલા રાજાશાહી સમયના બંધ પડેલા એરોડ્રામના સ્થાને આધુનિક એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે આ માટે એવિએશન વિભાગ દ્વારા અગાઉ જરૂરી મંજુરી આપ્યા બાદ બાઉન્ડ્રી વોલની કામગીરી હાથ ધરાઈ હતી બાઉન્ડ્રી વોલ થયા બાદથી આ કામગીરી ઠપ્પ પડી છે માર્ગ મકાન વિભાગ દ્વારા જાણે આ કામગીરી આગળ વધારવા ન માંગતી હોય તેમ હાલ ત્યાં કોઈ જ પ્રકારની ચહલ પહલ જોવા મળતી નથી.



જે તે સમયે ચૂંટણી નજીક આવતી હોવાથી મતદારો અને ઉદ્યોગકારોને સારું દેખાડવા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી જોકે ચૂંટણી પૂર્ણ થઇ જતા જાણે ગરજ પૂર્ણ થઇ ગઈ હોય તેમ એરપોર્ટનું સ્વપ્ન દેખાડનાર નેતાઓ અને અધિકારીઓ હવે લોકો સપનામાં જ એરપોર્ટ બનાવી દેવા માંગતા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આ મુદે મોરબીના કોંગ્રેસ અગ્રણી અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ કે ડી બાવરવાએ સીએમને પત્ર લખી એરપોર્ટ કામગીરી ઝડપથી અગળ વધારવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW