વાંકાનેરના દલડી ગામે રહેતા ફરિયાદી મહેબૂબ મામદભાઈ પરાસરા પોતાના ઘરનો જૂનો ઝાપો કાઢી નવો ઝાપો નાખવા માટે માપ લેતા હતા. ત્યારે આરોપી ઉસ્માન હૈયાતભાઈ પરાસરા, જીલુબેન ઉસ્માનભાઈ પરાસરા અને નઈમ ઉસ્માનભાઈ પરાસરાએ આવીને અમારી માલીકીના પ્લોટમા જવાનો રસ્તો છે, જે રસ્તો તમે કેમ બંધ કરો છો તેમ કહી ઝઘડો કરી લાકડી અને ધોકા વડે માર મારી ઈજા પહોચાડી સાહેદ આશિયાનાબેન સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. જ્યારે સામાપક્ષે ઉસ્માનભાઈ હૈયાતભાઈ પરાસરાએ પોતાના પ્લોટમાં જવાનો રસ્તો બંધ કરી રહેલા આરોપી નિજામભાઈ મામદભાઈ પરાસરા, મહેબૂબભાઈ મામદભાઈ પરાસરા અને આશિયાનાબેમ નિજામભાઈ પરાસરાને સમજાવવા જતા આરોપીઓએ લાકડાના ધોકા અને લાકડી વડે હુમલો કરી મુંઢ ઇજા પહોંચાડી તેમજ ફરિયાદીની ગાડીમાં નુકશાન કર્યું હતું, આ બનાવ અંગે બંને પક્ષોએ ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

