HomeGujaratમોરબી જિલ્લામાં ચોમાસા દરમિયાન ડૂબવાની ઘટના વધારો માત્ર બે મહિનામાં 36 મોત, 

મોરબી જિલ્લામાં ચોમાસા દરમિયાન ડૂબવાની ઘટના વધારો માત્ર બે મહિનામાં 36 મોત, 

ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન અલગ અલગ વિસ્તારમાં ડૂબવાની ઘટનામાં વધારો જોવા મળ્યો છે જિલ્લામાં ડેમથી લઇ નાના તળવા જળાશય સહિતના અલગ અલગ જગ્યાએ કોઝ વે પસાર કરવા જતા, નહાવા જતા કે અલગ અલગ કારણસર લોકોના ડૂબવાની  26 ઘટના બની હતી જેમાં 36 લોકોએ જીવ ગુમાવ્યા હતા તો ફાયર વિભાગે 15 લોકોનું રેસ્ક્યુ કરી તેઓનો જીવ બચાવ્યા હતા

 મોરબીમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં ભારે વરસાદ પડતાં તમામ નાના મોટા જળાશયો ઓવરફ્લો થયા હતા. મોરબી જિલ્લામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદને પગલે અલગ અલગ સ્થળે નદી નાળામાં પાણીનો પ્રવાહ વધતા ડૂબવાની ઘટના વધી હતી  ખાસ કરીને નદી વોકળામાં માં નાહવા પડેલા લોકો ડુંબવાની ઘટના હતી.નદી નાલા, ડેમ, કોઝવે અને વોકળા બે કાંઠે થતા આકસ્મિક સંજોગોમાં 47 લોકોની ડૂબવાની ઘટના બની હતી. જેમાં હળવદમા 15 લોકોનું ભરેલું ટ્રેકટર તણાય જતા દુર્ઘટના સર્જાઈ હતી. આ બધી ઘટનામાં મોરબી ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ મોરબીમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં ડૂબવાની ઘટનામાં ફાયર વિભાગના 23 કોલ આવ્યા હતા અને 32 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. જ્યારે 15 લોકોનું રેસ્ક્યુ કરીને આ તમામનો જીવ બચાવ્યો છે. તેમજ આ મહિનામાં ડૂબવાની 3 ઘટનામાં 4 લોકોના મૃતદેહ બહાર કાઢયા હતા. આ બે મહિનામાં ચોમાસા ડૂબવાની ઘણી ઘટના બની હતી. તેથી ફાયર બ્રિગેડની ચોમાસામાં ભારે દોડધામ રહી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW