હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવિંગનો ધંધો કરતા સુખદેવ ઝિઝુવાડીયા નામના યુવાન તેના ઘરની બહાર સુતો હોય તે દરમિયાન કોઈએ પાઈપના ઘા મારીને યુવાનની હત્યા કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ બનાવમાં હત્યા કોણે કરી ? શાં માટે કરી? તેનું કોઈ કારણ સામે આવ્યું નથી. આ બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસે લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી, ફરીયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.