મોરબીના સ્વરા માઇક્રોન કારખાનામાં કામ કરતા અને મૂળ રાજસ્થાનના વતની મંજુલાબેન ગોદાએ ગઈકાલે સાંજના ચારેક વાગ્યાની આસપાસ કારખાનામાં કામ કરતા હોય તે દરમિયાન કારખાનામા માટી ભરવાનુ લોડરના ચાલકે પોતાનુ લોડર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રીવર્સ લેતા મહિલાના માથા ઉપર ટ્રેક્ટર લોડરનું વ્હીલ ફરી જતા ગંભીર ઇજા પહોચતાં તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મહિલાના પતિએ મોરબી તાલુકા પોલીસ મથકમાં તે લોડર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.