Tuesday, November 5, 2024
HomeGujaratમોરબીમાં આવતીકાલે કેટલાક વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબીમાં આવતીકાલે કેટલાક વિસ્તારોમાં વીજકાપ રહેશે

Advertisement

મોરબીમાં આવતીકાલે નવા ટીસી ઉભા કરવાની અને મેન્ટેનન્સ ની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી ગૌશાળા ફીડર સવારે 07:30 થી સાંજના 02:30 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

જેમાં શનાળા રોડ પરનો માર્કેટીંગ યાર્ડ તથા તેની સાઈડનો વિસ્તાર, ભેખડની વાડી, ઉમિયા સર્કલ, રેવા ટાઉનશીપ, અરિહંત, અંકુર, આરાધના, રામેશ્વર વગેરે સોસાયટી, નવા બસ સ્ટેન્ડ સામેનો વિસ્તાર, ભાજપ કાર્યાલય, સ્વસ્તિક, દિવ્ય જીવન, મહાવીર, માણેક, પટેલ, સોમનાથ સોસાયટી, કાલિકા પ્લોટનો તમામ વિસ્તાર, પ્રાણનગર, કાયાજી પ્લોટ, દાઉદી પ્લોટ, રઘુવીર સોસાયટી, એવન્યુ પાર્કનો અમી એવન્યુ વિસ્તાર, વાઘપરા, કબીર ટેકરી, સરકારી કર્મચારી સોસાયટી, સાયન્ટીફીક વાડી રોડનો એરીયા, મામા ફટાકડાથી કાનાની દાબેલીથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીનો વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

તેમજ ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ પણ આવતીકાલના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો રોડ શિફ્ટિંગ ના કામ માટે વીજકાપ રહેશે. જેમાં 66 કેવી ઘુંટુ-2 સબ સ્ટેશનમાંથી નીકળતા વુગા JGY, કમ્બોયા ખેતીવાડી તથા માંડલ ખેતીવાડી ફીડર સવારે 7 થી બપોરે 4 સુધી બંધ રહેશે. (ઘૂંટુ ગામ તેમજ આજુબાજુ નો વિસ્તારના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), ખેતીવાડી વીજ જોડાજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,234FollowersFollow
2,380SubscribersSubscribe

TRENDING NOW