મોરબીની ઉંચી માંડલમાં આવેલ બ્લીસ કલે ફેકટરીમાં કામ કરતા અને ફેકટરીના જ લેબર કવાટર્સમાં રહેતા મૂળ એમપીના વતની જાલમ જયરામ ભિલાલા નામના યુવાનની માનસિક સ્થિતિ સારી ન હોય ગત તા.27ના રોજ પોતાની જાતે ગળા ઉપર ચપ્પુ ફેરવી લેતા તેને સારવાર માટે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.