HomeGujaratમાળિયાના મોટા દહીંસરા નજીક શ્રીજી શીપીંગની કન્સ્ટ્રકશન સાઈટ પરથી 2 ટન સળિયાની...

માળિયાના મોટા દહીંસરા નજીક શ્રીજી શીપીંગની કન્સ્ટ્રકશન સાઈટ પરથી 2 ટન સળિયાની ચોરી

માળિયા મિયાણા તાલુકાના મોટા દહીસરા નવલખી રોડ પર આવેલા બાલાજી હોટેલના પાછળના ભાગે શ્રીજી શીપીંગ નામની પેઢીનો પ્લોટ આવેલા હોય અને તેમાં ગત સપ્ટેમ્બર મહિનામાં કન્સ્ટ્રકશન કામ ચાલતું હોવાથી મોટા પાયે લોખંડ સળિયા,સિમેન્ટ અને બાંધકામનો સામાન રાખવામાં આવ્યો હતો જોકે રવિવારના દિવસનું કામ પૂર્ણ કરી મજુર અને સાઈટનો એન્જીનીયર આરીફભાઇ શબ્બીરઅહેમદ ચૌધરી હોટેલ પર જતો રહ્યો હતો જોકે સોમવારે સવારે તેઓ પરત ફર્યા ત્યારે આગલા દિવસે કાપીને રાખેલા લગભગ 2 ટન જેટલા લોખંડના સળિયા જેની અંદાજીત કિમત 95 હજાર જેટલી થતી હોય અને આ સળિયા ચોરાઈ ગયા હતા જેથી સાઈટના એન્જીનીયર આરીફ ચૌધરીએ માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે તપાસ કરતા જામનગરના ધુવાવનાં વતની પ્રવીણભાઇ રામજીભાઇ કણઝારીયાને ઝડપી લીધો હતો આ શખ્સ દ્વારા આ સળિયાની ચોરી કરી હોવાનું સામે આવતા પોલીસે તેણીએ અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW